રાજ્યમાં શહેરોના સુંદર વિકાસ માટે રોડ રસ્તાઓ ખૂબ મોટું રોલ અદા કરતા હોય છે તેમજ આ સાથો સાથ સરકારી પરિવહનની સુવિધા પણ એક અગત્યની સુવિધા ગણાય છે. જે અનુસંધાને રાજ્યના શહેરોમાં સુચારૂ રીતે પરિવહનની સુવિધા નાગરિકોને મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત લાભ આપી બસોની ફાળવણી કરી છે.
મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત રાજ્યની ભૂપેન્દ્ર સરકારે આમ કુલ મળીને 35 સિટી બસનું સંચાલન કરવાની મંજૂરી આપી છે. સરકારના આ ઉત્તમ અભિગમથી આ બે શહેરોના નાગરિકોને મહત્વનો લાભ થશે. પરિવહનએ વર્તમાન સમયની તાતી જરૂરિયાત ગણાય છે ત્યારે સરકાર પણ વર્તમાન જરૂરિયાતને ધ્યાને રાખી એ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.
જો કે, આ યોજના વિશે વાત કરવામાં આવે તો 2018ની સાલમાં શરૂ કરવામાં આવી હતી. 8 મહાનગરપાલિકાઓ તેમજ 1 લાખથી વધુની વસ્તી ધરાવતી અ વર્ગ ગણાતી 22 નગરપાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે. જો કે, શહેરો બસ ઉમેરવાના સરકારના લક્ષ્યાંકની વાત કરવામાં આવે તો 2864 બસોનો છે જે સામે 1250 બસો ઉમેરી દેવામાં આવી છે. તેમજ 5 મહાનગરપાલિકામાં 382 ઇલેકટ્રીક બસ અને 785 સીએનજી બસ મળીને કુલ 1167 બસ ફાળવાઈ ગઈ છે અને સીએનજી અને ઈલેક્ટ્રીક બસો ઉમેરવાનો સરકારનો અભિગમ લોકોને ગુમ યોગ્ય લાગી રહ્યું છે, સાથો સાથ 7 નગરપાલિકાઓને 83 સીએનજી બસ ફાળવાઈ હતી.