રાજ્યમાં RTE અંતર્ગત શિક્ષણ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ જેમાં કેટલા ફોર્મ ક્ષતિગ્રસ્તનના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા હતાં. જે માટે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સમય આપવામા આવ્યો હતો. પરંતુ તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમય પણ આજે પૂર્ણ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ આરટીઈ અંતર્ગત 98 હજાર 501 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 14 હજાર 483 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતાં. જે રિજેક્ટ થયેલી અરજીઓ માટે ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો શિક્ષણ વિભાગે 27 એપ્રિલ એટલે કે આજ સુધીનો સમય આપ્યો હતો. જો કે, તે પણ આજે પૂર્ણ થઈ જશે.
ગરીબ અને વંચિત પરિવારના બાળકોને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા ઉમદા ઉદેશ્યથી RTEમાં ગત વર્ષની સરખામણીમાં અમદાવાદમાં ઓછી અરજીઓ મળી છે. આ વર્ષે રાજ્યમાં કુલ 90 હજાર જેટલી અરજી મળી છે જેમાંછી 65 હજાર યોગ્ય ઠેરવી છે જ્યારે 14 હજાર રિજેક્ટ કરાઈ. જેમાંથી કેટલાક ડોક્યુમેન્ટ ક્વેરી દૂર થઈ જશે તે પણ યોગ્ય ગણાશે. જો કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછી અરજી મળી છે તે વાત પણ ધ્યાને આવી છે.
અમદાવાદ DEOએ કેટલીક વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 17,532 ફોર્મ ભરવામાં આવેલા જેમાંથી 12356 મંજુર કરાઈ છે જ્યારે 2632 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે. તેમજ 2544 અરજીઓ રદ્દ પણ થયેલી છે. તેમને પૂછવામાં આવ્યું કે,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અરજીઓ કેમ ઓછી મળી છે જેના જવાબમાં જણાવ્યું કે, એક કારણ એવો પણ છે કે, આ વખતે 1 જૂન સુધીમાં બાળકને 6 વર્ષ થયેલા હોવા જોઈએ અને બીજો કારણે આવક મર્યાદા પણ હોઈ શકે.