યુનિસેફના વરિષ્ઠ આરોગ્ય સલાહકાર અને ડિજિટલ હેલ્થ એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ યુનિટના વડા કેરીન કેલેન્ડરે ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી છે. G20 હેલ્થ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકમાં ભાગ લેવા માટે કેલેન્ડર વર્તમાનમાં ગોવામાં છે. તેમણે કહ્યું કે ભારતે કોરોના રસીકરણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને સેવાઓ વધુ સારી આપી છે. ભારતમાં કોવિડ રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરતા યુનિસેફના આરોગ્ય સલાહકારે કહ્યું કે, ભારતના અનેક કાર્યો પ્રશંસા લાયક છે. દેશ મોટી સંખ્યામાં લોકોને કોવિડ રસી આપવા માટે સક્ષમ હતો સાથો સાથ મિશનને વેગ આપવા અને સેવાઓને વધુ સારી રીતે પહોંચાડવા અને રસીકરણને ટ્રેક કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી સફળ કામ કર્યું છે.
યુનિટ કેરિન કાલંદરે કહ્યું ભારતની પ્રસંશા કરતા કહ્યું કે, અન્ય દેશોની સામે સફળ થવાનું એક કારણ એ છે કે આટલું મોટું મિશન શરૂ કરવા માટે તેની પાસે પહેલાથી જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું તેમજ રાષ્ટ્રીય નીતિ, ડેટા સંરક્ષણ નીતિઓ ખૂબ સારી હતી જે ઘણા દેશો પાસે નથી હોતી. પરંતું તેના માટે શરૂઆત કરવી પડે. G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ બીજી હેલ્થ વર્કિંગ ગ્રૂપની બેઠક 17 એપ્રિલે શરૂ થઈ હતી અને 19 એપ્રિલે પૂરી થઈ છે. આ બેઠકમાં 19 G20 સભ્ય દેશો, 10 આમંત્રિત રાજ્યો અને 22 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 180થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.
ભારતની ડિજિટલ પહેલ અન્ય દેશોમાં કેવી રીતે અપનાવી શકે તેના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતે આરોગ્ય માહિતી માળખાના નિર્માણના સંદર્ભમાં જે કર્યું તેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.અને શીખવું પડશે. એક મીડિયા એજન્સી સાથેની મુલાકાતમાં UNICEFના વરિષ્ઠ આરોગ્ય સલાહકારે જણાવ્યું હતું કે તે ડિજિટલ હેલ્થને વૈશ્વિક સ્વાસ્થ્યમાં ગેમ-ચેન્જર તરીકે જુએ છે.