RAJKOT SUPERSTITION

અંધશ્રદ્ધાનો આંધળો ખેલ, વિંછિયામાં પતિ-પત્નીએ માથું કાપી હોમી દીધા હવન કુંડમાં, કમળ પૂજા.? | NEWS INSIDE gujarati news

0 minutes, 1 second Read
Spread the love

રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધાનો કિસ્સો
પતિ-પત્ની માથા કાપી હોમ્યા હવન કુંડમાં
ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર મળ્યો

વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવે છે ત્યારે તે વર્તમાન સમયમાં માટે ખૂબ જ સરમ જનક ગણાય છે. રાજકોટના વિંછિયાથી એવી ઘટના સામે આવી છે જે માનવ સમાજ માટે કંલકિત છે. અંધશ્રધ્ધાની વરવી વાસ્તવિક્તાની આ ઘટના વાંચી તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે અને તમે કહી ઉઠશો કે, હવે તો હદ થઈ

રાજકોટના વિંછિયામાં પતિ-પતિએ પોતાના મસ્તક તાંત્રિક વિધીમાં હોમી દીધા છે. બંન્ને પતિ-પત્નીએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમીને પોતાનું જીવન ટુકાવી દીધું છે. પાપ્ત વિગતો મુજબ આ બનાવના આગળના દિવસે પોતાના બાળકોને તેમના મામાના ઘરે મુકી આવી ખેતરમાં જઈ તાંત્રિક વિધિના નામે પોતાના મસ્તક હવન કૂંડમાં હોમી પોતાના જીવનનો અંત લાવ્યો છે.

વિગતો મુજબ પતિ-પત્ની બંન્ને છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધી કરતા હતાં અને અંતે આ વિધિમાં પોતાનું જીવન ટૂકાવ્યું છે. તાંત્રિકો આ વિધીને કમળ પૂજા પણ કહેતા હોય છે. આ ઘટના સ્થળેથી બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટની સાથે એક પંચ્ચાય રૂપિયાનું સ્ટેમ્પ પણ મળી આવ્યું છે જેનાથી પણ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે તેમજ આ ઘટનાની જાણ મામલતદાર તેમજ પોલીસને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. વિજ્ઞાનજાત્રિઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી રહ્યાં છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!