એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે ત્યારે પાણીની જરૂરિયાત વધી રહી છે. તો બીજી તરફ વડોદરા શહેરમાં પીણીનો વેડફાટ જોવા મળી રહ્યાં છે. શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયો છે કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક આવેલા વાલ્વ ચેમ્બરમાં લીકજ થયું છે. પાણીના વેડફાટથી લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ રાહતની વાત છે કે, ઉનાળાના સમયમાં પાણીનો જથ્થો પુરતો છે તો બીજી તરફ વડોદરામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભર ઉનાળે પાણીની જરા પણ કિંમત ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગમાં પાણીનો આડેધડ વેડફાડ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આડેઘડ વેડફાટ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં પાણી લીકજની ઘટનામાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરની અનેક સોસાયટીમાં પાણી પ્રેશરથી આવતું નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક વાલ્વમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જલ એ જીવન છે પરંતુ આ વહીવટી તંત્રને આનું મહત્વ ક્યારે સમજાશે એ મોટો સવાલ છે.