News Inside: આપણે બધા સોશિયલ મીડિયા યુગમાં ઘણી બધી એપ્લીકેશનો ઉપયોગ કરી છીએ ત્યારે આજે આપણે ફેસબુક વિશે વાત કરીશું. વિશ્વભરમાં યુઝર્સની વધતી સંખ્યાને કારણે કંપની સતત જોરદાર કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાનો પ્રથમ ક્વાર્ટરનો નફો અને કમાણી વોલ સ્ટ્રીટની અપેક્ષાઓ કરતાં ઘણી વધુ છે. જેના કારણે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
મેટાએ એક અહેવાલમાં જણાવ્યું કે, ફ્લેગશિપ પ્લેટફોર્મ ફેસબુકના માસિક વપરાશકર્તાઓની સંખ્યા પણ ત્રણ અબજની નજીક પહોંચી ગઈ છે. Meta Platforms Incએ કહ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે તેનો નફો $5.71 બિલિયન (રૂ. 4,66,22,43,55,000) અથવા શેર દીઠ $2.20 હતો. ગત વર્ષના સમયગાળામાં $7.47 બિલિયન અથવા $2.72 પ્રતિ શેરના નફા કરતાં 19 ટકા ઓછું છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક ત્રણ ટકા વધીને $28.65 બિલિયન સુધી પહોંચી છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $27.91 બિલિયન હતી.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ 10,000 કર્મચારીઓને નીકાળવાની જાહેરાત કરી હતી. કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે આ છટણી કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ નવેમ્બર 2022માં 11,000 નોકરીમાંથી નીકાળી દેવાની જાહેરાત કરી હતી.