News Inside: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી વિવાદોમાં ઘેરાઈ છે. વિપક્ષે કોર્પોરેશનના સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા મામલો બિચકાયો છે. પ્રદૂષણને લઈ વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, હવા પ્રદૂષણ દૂર કરવા મળેલી 71.25 કરોડની ગ્રાન્ટ કોર્પોરેશે ઉર્જા, રોડ બનાવવા તેમજ સમશાનની વિવિધ સુવિધા પાછળ ખર્ચી દીધા છે. વધુમાં એએમસી વિપક્ષ નેતા શહેઝાદખાને કહ્યું કે, ગત 2 વર્ષોની ગ્રાન્ટ 263.67 કરોડ પણ અન્ય કામોમાં ફાળવી દેવાઈ છે.
શહેરમાં હવા પ્રદૂષણને લઈ એએમસી વિવિધ નિયમો બનાવી અને નેવે મૂકી દેતી હોય તેવા હાલ છે. કન્સ્ટ્રક્શન સાઈડને લઈ હમણા જ લેવાયેલા નિર્ણયો અમલવારીના નામે મીડું જણાય છે તો બીજી તરફ હવા પ્રદૂષણની ગ્રાન્ટ પણ અન્ય કાર્યોમાં વાપરવાને લઈ વિપક્ષે તંજ ખેચ્યા છે. વિપક્ષે જણાવ્યું કે, આ ગ્રાન્ટમાંથી 25 કરોડ બાગ-બગીચાના કામમાં વાપરી છે તો 90 કરોડની ગ્રાન્ટ માત્ર રોડ બનાવવામાં ખર્ચી છે. દિવસેને દિવસે શહેરમાં હવા પ્રદૂષણ વધતું જાય છે ત્યારે તે દિશામાં કોર્પોરેશન યોગ્ય પગલા ન લેતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે
71 કરોડની ગ્રાન્ટ ક્યાં વપરાશે તેના વિશેની કેટલી વિગતો પાપ્ત થઈ છે. જેમાં 50 કરોડ ફૂટપાથ, દિવાલ, આરસસી રોડ, વાઈટ ટેપિંગ રોડ તેમજ રોડ રિસરફેસ કરવામાં વપરાશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 10 કરોડ ઓક્સિજન પાર્ક, અર્બન ફોરેસ્ટ તેમજ બગીચા બનાવવા ખર્ચાશે. વધુમાં 10 કરોડ સીસીટીવી કેમેરા, સીએનજી ભઠ્ઠી, પાર્કિંગ સુવિધા, સોલર પેનલ, કેન્ટીન બનાવવામાં ખર્ચ કરશે. જ્યારે 1.25 કરોડ એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલનો વહીવટીમાં ખર્ચ કરાશે.