amit shah

રાજસ્થાનમાં ભાજપના CM ઉમેદવાર વસુધરા રાજ?, અમિત શાહે 2023ની ચૂંટણીને લઈ આપ્યો મોટો સંદેશ | NEWS INSIDE gujarati news

0 minutes, 0 seconds Read
Spread the love

રાજસ્થાનમાં ભાજપના CM ઉમેદવાર વસુધરા રાજ?
ચૂંટણી નજીક આવતા રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો
અમિત શાહના કાર્યક્રમમાં વસુધરા રાજ મંચ પર જોવા મળ્યા

રાજસ્થાનમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીથી કેન્દ્રીય નેતાઓની અવરજવર વધી ગઈ છે, શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભરતપુર આવ્યા હતા, ત્યા તેમણે ચૂંટણી મંત્ર પણ આપ્યો હતો અને ભાજપના કાર્યકરોને સૂચનો પણ આપ્યા હતાં. અમિત શાહે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના ઝઘડાને ટોણો મારવાની સાથે જયપુર બ્લાસ્ટ કેસના આરોપીઓને મુક્ત કરવા પર કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. સાથો સાથ એક એવી બાબત એવી પણ ધ્યાને આવી અણે જેણે રાજસ્થાનની રાજનીતિમાં ચહલ પહલ મચાવી દીધી છે અને જે છે અમિત શાહના કાર્યક્રમમાં વસુધરા રાજ મંચ પર જોવા મળ્યા હતા

માનવામાં આવે છે કે ચૂંટણી આવતાની સાથે જ ભાજપ હાઈકમાન્ડે વસુધરા રાજ સાથે અમિત શાહને મંચ પર બેસાડીને મોટો સંદેશ પાઠવી દીધો છે. રાજસ્થાન ભાજપમાં તાજેતરમાં ઘણા ફેરફારો કરાયા છે, જ્યાં અધ્યક્ષથી લઈને વિપક્ષના નેતા અને ઉપનેતામાં ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ વસુંધરા રાજેને લઈને હજુ પણ અસમંજસનું વાતાવરણ છે.

શનિવારે અમિત શાહની મુલાકાત માટે રાજસ્થાન ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, જ્યાં પૂર્વ સીએમ રાજેએ કેન્દ્રિય મંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. વિગતો મુજબ અમિત શાહ હેલિકોપ્ટરથી ભરતપુર પહોંચ્યા ત્યાંથી લઈ સભાસ્થળ સુધી તેઓ સાથે જ હતાં. જો કે, તેંમની સાથે પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી હાજર રહ્યા હતા. વસુંધરા રાજે કાર્યક્રમ દરમિયાન પણ અમિત શાહ સાથે મંચ પર દેખાયા હતા.

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે, 2023 ચૂંટણી લડાઈ પહેલા શાહે એક મોટો સંદેશ આપ્યો છે જેમાં રાજેની મહત્વપૂર્ણ ભૂમિકા વિના ભાજપ રાજસ્થાનમાં ચૂંટણી લડશે નહીં. રાજે પણ આ દરમિયાન સ્ટેજ પર ખૂબ જ આત્મવિશ્વાસમાં દેખાયા અને તેમણે ઘણા મુદ્દાઓ પર ગેહલોત સરકારને ઘેરી પણ હતી.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!