ફેમિના મિસ ઈન્ડિયા 2023ને મળી વિજેતા
મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો નંદિની ગુપ્તાએ
નંદીની ગુપ્તા માત્ર 19 વર્ષની જ છે
સૌંદર્ય સ્પર્ધા ફેમિના મિસ ઈન્ડિયાને તેનો વિજેતા મળી ગયો છે. 19 વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો છે. બ્યુટી બિદ બ્રેન નંદિની ગુપ્તા રાજસ્થાનની રહેવાસી છે. તે દેશની 59મી મિસ ઈન્ડિયા બની છે. બ્યુટી બિદ બ્રેન નંદિની ગુપ્તા રાજસ્થાનની વતની છે. તે દેશની 59મી મિસ ઈન્ડિયા બની છે. આ ખાસ પ્રસંગે નંદીનીને પૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ તાજ પહેરાવ્યો છે.
બ્લેક ગાઉનમાં નંદિનીને તેની ખૂબસુરતી અને કોન્ફિડેંસના કારણે તેણે દરેકને દિવાના બનાવી દીધા છે. મિસ ઈંન્ડિયાનો તાજ વિજેતા રાજસ્થાનની નંદની ગુપ્તાના શિરે ગયો છે. દિલ્હીના શ્રેયા પૂંજા ફર્સ્ટ રનર અપ બની છે અને મણિપુરની થૌનાઓજમ સ્ટ્રેલા લુવાંગ સેકેંન્ડ રનર અપ બની છે.
બ્યૂટી પેજેંટમાં દેશભરમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો. પરંતુ નંદિનીએ બધાને પાછળ છોડીને સુંદરતાનો તાજ જીતી લીધો છે. 19 વર્ષની ઉમંરમાં મિસ ઈન્ડિયા બનીને નંદિની કેટલીય યંગ છોકરીઓ માટે સ્પેશિયલ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, નંદિની હવે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ તે આવતી સિઝનમાં દેશ માટે મિસ વર્લ્ડ તરીકે રિપ્રજેન્ટ કરશે.