સ્વાસ્થ્ય માટે ચાલાવું ખૂબ જ જરૂરી
ચાલતા સમય કેટલીક બાબતો ધ્યાને રાખવી પણ જરૂરી
દિવસમાં શક્ય હોય તો 150 મિનિટ ચાલવું જોઈએ
તમારા સ્વાસ્થ્ય માટે ચાલવું ખૂબ જ જરૂરી છે તે બાબાત તેમે પણ જાણો છો. જેનાથી શરીરનું રક્ત પરિભ્રમણ વધે છે અને બીજું તે તમારા હૃદય અને ફેફસાં પણ સારા રાખે છે. આપને જણાવી દઈએ કે, ચાલવાના ઘણા ફાયદા છે. પરંતુ પ્રશ્ન એ છે કે, દિવસમાં કેટલું ચાલવું તે તમને ખ્યાલ નહીં હોય તેમજ ચાલવાનો યોગ્ય સમય ક્યો અને ક્યા સમય ચાલવાથી વધુ લાભ થઈ શકે છે. તો તે બધી વાત તમને જણાવીએ.
નેશનલ હેલ્થ સર્વિસ (NHS)અનુસા, તમારે દિવસમાં લગભગ 150 મિનિટ ચાલવું જોઈએ એટલે કે લગભગ અઢી કલાક ચાલવાથી તમે ઘણી બધી સમસ્યાઓ અને બિમારીથી બચી શકો છે. તમારે દરરોજ 4000થી 6000 ડગલા ચાલવા જોઈએ. જો તમારી પાસે સમય નથી, તો તમારે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ. જેથી કરીને તમે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી દૂર રહેશો.
તમારે ઝડપી ચાલવાની સાચી રીત તમને જાણવી દઈએ તેમજ ઉદાહરણ પણ આપીએ. શરૂઆતમાં તમારે ફક્ત એક જ ગતિમાં ચાલવું જોઈએ ન તો ખૂબ ઝડપી ન ખૂબ ધીમી.
સૌ પ્રથમ તમારા માથું ઉપર રાખો અને આગળ જુઓ
તમારી ગરદન, ખભા અને પીઠને આરામ આપો, પરંતુ આગળ ઝુકશો નહીં
તમારી પીઠ સીધી રાખો અને તમારા પેટના સ્નાયુઓને જોડો
તમારી ગરદન, ખભા અને પીઠને આરામ આપો
એક સમાન ચાલ સાથે ચાલો
ચાલવાનો યોગ્ય સમય સવાર કે સાંજ છે. આ દરમિયાન તમારે ફક્ત એટલું ધ્યાનમાં રાખવું પડશે કે આ બંને સમયે એવો સમય પસંદ કરો જ્યારે તમે ઝડપથી ચાલી શકો. એટલે કે એવું ન થવું જોઈએ કે તમે ગરમી કે ભેજને કારણે ચાલી ન શકો.