મણિનગરની યુવતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ગ્રામર શીખવતી હતી
અવાર નવાર કૂકર્મ કરી કોઇને વાત કરીશ તો મારી નાખવાની ધમકી
અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતી તથા લગ્નની લાલચ આપીને દૂષ્કર્મના ક્સ્સિા વધી રહ્યા છે, મણિગરમાં રહેતી યુવતી નિકોલ વિસ્તારમાં ક્લાસીસમાં નોકરી કરતી હતી, જ્યાં સહ કર્મચારી દ્વારા શરુઆતમાં માથુ દુખતું હોવાનું નાટક કરીને માથું દબાવવા માટે દબાણ કરીને યુવતી સાથે શારિરીક અડપલાં કર્યા બાદ અવાર નવાર દૂષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી આખરે કંટાળીને યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ નિકોલમાં ટયુશન ક્લાસીસમાં બ્રાંચ હેડ પ્રકાશભાઇ હરીશલાલ ઉદાસી સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી જુલાઇ ૨૦૨૧થી આ ટયુશન ક્લાસીસમાં અંગ્રેજી ગ્રામર ટયુટર તરીકે નોકરી કરતી હતી, આરોપીએ યુવતી સાથે સારી સારી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો, બાદમાં દિવાળી વેકેશનમાં બપોર બાદ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી માથું દુખતું હોવાની વાત કરીને યુવતી પાસે માથું દબાવડાવીને શારિરિક અડપલા કરતો હતો.
ગત નવેમ્બર ૨૦૨૨માં ટયુશન ક્લાસમાં કોઇ વિદ્યાર્થી હાજર ન હોવાથી માથુ દબાવવાના બહાને બોલાવીને યુવતી સાથે શારિરિક અડપલાં કરીને શરીર સબંધ બાંધવાની વાત કરી હતી યુવતીએ ઇન્કાર કરતાં નોકરીમાંથી કાઢી મુકાવવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ પરિવારના સભ્યોને વાત નહી કરવાનું કહીને મારી નાંખવાની ધમકી આપીને ફરીથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીના ત્રાસથી કંટાળીને યુવતીએ નોકરી જવાનું બંધ કરીને આખરે તેની સામે ફરિયાદ નોધાવતાં નિકોલ પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.