News Inside/17 May 2023 – AMC
અમદાવાદ મહાનગર સેવા સદનના ટેક્સ એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નોટિસમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ટેક્સ વિભાગ હેઠળ આવરી લેવાતા વિસ્તારની મિલકતો પર વેરાની રકમ ચુકવણી થઇ ન હોવાની બાબતનો સમાવેશ થાય છે. આ નોટિસ મુજબ તે વિસ્તારની મિલકતોના માલિક અથવા કબ્જેદારો દ્વારા મિલકતવેરાની રકમની ભરપાઈ કરવામાં આવી નથી. જો આ મિલકતના માલિક દ્વારા 7 થી 10 દિવસમાં બાકીના વેરાની રકમની ભરપાઈ નહિ કરવામાં આવે તો AMCના ટેક્સ વિભાગ દ્વારા આ મિલકતોની એક તરફી બોજા નોંધણી અથવા જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.



