અમદાવાદમાં પીસીબીના દરોડા: અમદાવાદમાં પૌશ વિસ્તારમાં દારૂનું કટિંગ, પોલીસ કમિશનરના સ્કોર્ડેડ કરીને દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

Spread the love

News Inside/ Bureau: 10 December 2022
ચૂંટણી સમયે ગુજરાત રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણોસર દારૂની હેરાફેરી પર રોક લાગી હતી. પરંતુ જેવા ચૂંટણીના પરિણામ જાહેર થયા કે તરત જ શહેરના સોલા પાસેના વંદે માતરમ નજીક જાહેરમાં દારૂ કટિંગ કરતી ગાડી પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. પોલીસ કમિશનરના સ્કોર્ડે રેડ કરીને દારૂની ટ્રક ઝડપી પાડી છે. આ ગતિશીલ વાહનમાં 151 પેટી દારૂ જેનો મુદ્દામાલ 24 લાખથી વધુ થવા જઈ રહ્યો છે. આ સમગ્ર બાબતે હાલ તરલ ભટ્ટ દ્વારા તપાસ વાડજ પોલીસને સોંપવામાં આવી છે. બીજી તરફ તાજેતરમાં રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી. જેમાં 32 જેટલા આરોપીઓ પકડાયા છે અને લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ચોકાવે તેવી બાબત એ છે કે સાબરમતીમાં જ્યારે રેડ કરી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રખિયાલ પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ એક્શન લેવામાં આવે તે પ્રકારની શક્યતા દેખાઈ આવે છે.અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી મસમોટા ચાલતા જુગારધામ પર વિજિલન્સએ દરોડો પાડ્યો હતો. રખિયાલ વિસ્તારમાં ચકુડિયા મહાદેવ પાસે ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડી સ્થળ પરથી જ મુખ્ય આરોપી અબ્દુલ સલીમ શેખ, 4 રાઇટર, 27 ગ્રાહકોની ધરપકડ કરી હતી.બીજીબાજુ વિજિલન્સએ તમામ આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ સહિત કુલ 5.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન વિજિલન્સએ અબ્દુલ રાશીદ શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવા દોડતા હતા.સામાન્ય રીતે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે ખુલ્લી જગ્યા અથવા રિંગરોડ પર પસંદગી કરી માલ ઉતારતા હોય એમ લાગી રહ્યું છે. જોકે, સ્થાનિક પોલીસની મહેરબાનીથી સરળતાથી આ દારૂની હેરાફેરી થઈ જતી હોવાની વાત શંકા પણ ઉપજાવી રહી છે. ત્યારે પીસીબીએ ફરી એકવાર સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી કટિંગ થતી મસમોટા દારૂના જથ્થાની ટ્રક ઝડપી પાડી છે. પીસીબી પીઆઇ તરલ ભટ્ટની આગેવાની હેઠળ ટીમને બાતમી મળી હતી કે, ગોતા વંદે માતરમ ચાર રસ્તા પાસે આવેલ અંબાલાલ એસ્ટેટ નજીક એક ખુલ્લી જગ્યામાં મસમોટા દારૂના જથ્થાની ટ્રક લાવી કટિંગ થવાનું છે.દારૂની 151 પેટીઓ તેમજ ટ્રક સહિત કુલ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બાતમીની હકીકતવાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી અંદર તપાસ કરતા ગાદલાની આડમાં નીચે ચોર ખાનું મળી આવતા અંદર સંતાડેલો મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યાં સ્થળ પરથી જ પીસીબીએ ટ્રક ડ્રાઈવર દુર્ગાસિંગ રાવત (ઉ.36,રહે, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. તદુપરાંત વધુમાં જણાવીએ તો ટ્રકના ચોર ખાનામાંથી દારૂની કુલ 151 પેટીઓ (કિંમત 9.06 લાખ), ટ્રક સહિત કુલ । 24.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મસમોટો દારૂનો જથ્થો હરિયાણાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રફીકભાઈ (રહે. રાજસ્થાન)એ દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું અને મંગાવનાર પીસીબીને તપાસમાં જાણવા મળ્યા બંનેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ વાડજ પોલીસને સોંપી હતી.થોડા સમય પહેલા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વિજિલન્સે જુગારની રેડ કરી હતી. ત્યારે કેટલાક પોલીસ કર્મચારી ત્યાંથી પણ ઝડપાયા હતા. આ જુગારધામ પર રેડના કારણે રાજ્યના પોલીસવડાએ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. હવે ફરી એક વખત રખિયાલમાં વિજિલન્સે રેડ કરીને જુગારધામ પકડી પડ્યું છે. જ્યારે પોલીસ કમિશનરના સ્કોર્ડે સોલાના વંદે માતરમ પરથી દારૂની ટ્રક પકડી છે. જ્યાં દારૂનું કટિંગ ખુલ્લેઆમ જાહેરમાં થતું હતું. આ સમગ્ર મામલો હવે સામે આવ્યા બાદ રખિયાલ અને સોલા પોલીસ સામે શંકા ઊભી થઈ રહી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ સંદર્ભે જ્વાબદાર પોલીસ સામે એક્શન લઈ લે તો નવાઈ નહીં તેવી ચર્ચા પણ પોલીસબેડામાં થઈ રહી છે. આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો News inside સાથે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!