સલમાન ખાનને ધમકી આપનાર ગેંગ ઝડપાઈ

0 minutes, 1 second Read
Spread the love

પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની ‘Z+ સિક્યોરિટી’ તોડી ઝડપી લીધા, રાજસ્થાનમાં ગેંગવોરના કારણે ભાગીને સુરતમાં છુપાયેલા

સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પીપલોદ વિસ્તારમાં શાશ્વતનગરમાં રસોઈયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા. રાજસ્થાનમાં ગેંગવોરને કારણે હત્યાથી બચવા માટે તમામ આરોપીઓ સુરત ભાગીને આવી ગયા હતા. આ સાથે જ પોલીસ કે દુશ્મન ન પહોંચે એ માટે ખાસ વોચ રાખતા હતા.

લોરેન્સ બિશ્નોઈની કબૂલાત

પંજાબ પોલીસ દ્વારા પૂછપરછમાં બિશ્નોઈએ જણાવ્યું હતું કે તે સલમાન ખાનને મારવા માગતો હતો. જેથી તેની હત્યાનું સંપુર્ણ કાવતરું રચ્યું હતું. આ માટે શૂટર કપિલ પંડિતને કામ પણ સોંપ્યું હતું. જોકે સિદ્ધુ મૂસેવાલાના હત્યાકેસમાં કપિલની ધરપકડ થઈ જતાં સલમાનની હત્યાનું કાવતરું ખુલ્લું પડી ગયું હતું.

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી

સમગ્ર દેશમાં કુખ્યાત નામ ધરાવનાર રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતાફરતા કુખ્યાત સાગરીતોને સુરતથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનના જુંજનું જિલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેના ઝઘડાને કારણે લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે.

કુખ્યાતોએ પોતાની ઓળખ બદલી નાખી

માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી 7 ઈસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ બદલી દેવામાં આવી હતી. ડ્રાઇવર અને કૂકને સાથે રાખીને રહેતા હતા. કોઈપણ પ્રકારનો સંપર્ક ના થઈ શકે એ રીતે રહેતા હતા. જેથી પોલીસ કે અન્ય કોઈપણ દુશ્મન તેમના સુધી ન પહોંચે એની પર ખાસ ધ્યાન રાખતા હતા, પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એ જગ્યાએ રેડ કરીને કુલ સાત જેટલા સાગરીતની ધરપકડ કરી હતી.

 

કોની કોની ધરપકડ

 

દેવેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત

રાજસ્થાન પોલીસનો ડિસમિસ પોલીસ કોન્સ્ટેબલ અને દેવેન્દ્ર શેખાવતનો સાગરીત પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ

કિશનસિંહ ઉર્ફે ક્રિશ્નાસિહ શ્રવણસિંહ રાઠોડ, દેવેન્દ્ર શેખાવતનો મિત્ર

પ્રતીપાલસિંહ જીતસિહ તવર, દેવેન્દ્ર શેખાવતનો બનેવી

અજયસિંહ રોહિતસિંહ ભાટી, દેવેન્દ્ર શેખાવતનો મિત્ર

અજયસિંહ ભાટી, દેવેન્દ્ર શેખાવતનો ડ્રાઈવર

દેવેન્દ્ર શેખાવતનો કૂક રાકેશ રમેશકુમાર સેન

દેવેન્દ્રસિંહ શેખાવતનો પૂર્વ ઇતિહાસ

પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના જુંજનુ જિલ્લાના પીલાની શહેરમાં દારૂની દુકાનના ઠેકાના ટેન્ડરની અદાવતમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ તથા સંપત નેહરા ગેંગના રાજસ્થાનના સક્રિય સદસ્ય દેવેન્દ્રસિંહ શેખાવત પર ઘાતક હથિયારો સાથે 14 જુલાઇ 2022ના રોજ રાજસ્થાનના જયપુર શહેરના ભાકરોટા થાના વિસ્તારમાં દિગપાલ પીલાની ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એમાં દિગ્પાલ, અમિત, દિનેશ, મહાવીર, અંકિત નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને દેવેન્દ્રસિંહ શેખાવત પાસેથી પણ પિસ્તોલ મળી આવતાં તેના વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો. એમાં બન્ને ગેંગના સભ્યો જામીનમુકત થયા પછી દિગ્પાલસિંહ પીલાની ગેંગ સાથેની આપસી અંટસને કારણે લોરેન્સ બિશ્નોઈ/સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત પર ફરીથી હુમલો થવાની શક્યતા હોય તેમજ લોરેન્સ બિશ્નોઈ/સંપત નેહરા ગેંગે આનંદપાલસિંહના એન્કાઉન્ટર બાદ પોતાના સાગરીતો સાથે ભેગા મળી ફરીથી રાજસ્થાનમાં સામ્રાજ્ય ઊભું કરેલું અને વિરોધી ગેંગ રાજુ ઠેહડે ગેંગની સાથે આપસી અંટસ હોવાથી અવારનવાર ગેંગો વચ્ચે અથડામણ થતી હતી.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા સંપર્ક તોડી મોબાઇલ નંબરો બંધ કરી દીધા

ડિસેમ્બર 2022માં રાજુ ઠેહડેનું રાજસ્થાનના સિકર જિલ્લામાં હરિયાણાની ગેંગે મર્ડર કર્યું હતું, જેથી આપસી અંટમાં ગેંગવોર ચાલતી હોય તેમજ પોલીસની સક્રિયતા વધતાં દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી ગુજરાતના સુરત ખાતે છુપાવવા માટે તેમજ તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા કિશનસિંહ શ્રવણસિંહ રાઠોડનો સંપર્ક કર્યો હતો. તે પીપલોદ જકાતનાકા પાસે આવેલા કેતન સ્ટોર્સની ગલીમાં સારસ્વત નગર મકાન નંબર 60 ભાડેથી રાખી રહેવા લાગ્યો હતો અને પોતાના રાજસ્થાન, પંજાબ, હરિયાણા સંપર્ક તોડી મોબાઇલ નંબરો બંધ કરી ગુજરાતમાં છુપાયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!