અમદાવાદ :એક જ રાતમાં બે જગ્યાએ પોલીસના દરોડા, 22 લાખના દારુ સાથે 5 આરોપીઓની ધરપકડ

0 minutes, 0 seconds Read
Spread the love

અમદાવાદમાં હોળી- ધુળેટીના તહેવારને લઈ શહેરમાં બે જગ્યા પર પોલીસે દરોડા પાડ્યા હતા. વેજલપુરમાં ગ્યાસપુર કેનાલ પાસે તેમજ બાપુનગરમાં લાલીવાલા એસ્ટેટમાં પોલીસે અગાઉ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં એક જ રાતમાં બે જગ્યા પરના દરોડામાં વિદેશી દારુ અને બીયરની કુલ 2714 બોટલ મળી આવી હતી. તેમજ સ્થળ પરથી પાંચ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.કુલ રુપિયા 22 લાખ 7 હજાર નવસો 85ના મુદ્દામાલ સાથે પાંચ વ્યક્તિઓની શહેર ક્રાઈમ બ્રાન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ફતેહવાડી કેનાલ પાસેથી વિદેશી દારુની  842 અને 96 બીયરની બોટલ સાથે એકની ધરપકડ  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના  આધારે ફતેહવાડી કેનાલ પાસે  દરોડા પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ 842 નંગ બોટલ તેમજ 96 બીયરની બોટલ તેમજ કાર, સ્કુટર 1, તથા બે મોબાઈલ ફોન સાથે કુલ રુપિયા 9 લાખ 93 હજાર આઠસો 65ના મુદ્દામાલ સાથે સરફરાજ ગુલામરસલુ ઘાંચીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછ દરમ્યાન તેના ભાગીદારો  મોહસીન ઉર્ફે એમ એમ ગુલાબભાઇ તેમજ દારૂનો જથ્થો આપનાર પકડવાના બાકી આરોપીઓ ગુલાબસિંગ  ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા, લક્ષ્મણરામ વીરમાજી દેવાસી, આનંદપાલવસિંહ ઉર્ફે દિક્ષા સમુંદરસિંહ, તથા ભજનારામ ભગારામ બિશ્નોઈને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાપુનગરમાં લાલીવાલા એસ્ટેટ પાસેથી વિદેશી દારુની કુલ 1776  બોટલ સાથે 4ની ધરપકડ  

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને મળેલ બાતમીના આધારે બાપુનગરમાં લાલીવાલા એસ્ટેટમાં પોલીસે અગાઉ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યા સાવલીયા ઈલેક્ટ્રીકની ગલીમાથી વિરેન્દ્રસિંગ રમાશંકરસિંગ પવાર, નરેશ શાંતિલાલ બારોટ ઉર્ફે નરીયો, હસમુખ ઉર્ફે ભરત જગદીશભાઈ ખટીક, મુકેશ ઉર્ફે ઢોલુ ભરત ભોલુજી ખટીકની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી વિદેશી દારુની 1776 નંગ બોટલ તેમજ ગાડી 1, લોડીંગ રિક્ષા-1, એક્ટીવા-1, મોબાઈલ ફોન સાથે કુલ મળીને રુપિયા 12 લાખ 14 હજાર એકસો 20 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. પોલીસે આ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!