- રાજકોટમાં પોલીસ પુત્રએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
- દુષ્કર્મ આચરનાર ભાવનગરના ASIના પુત્રની કરાઈ ધરપકડ
- ફેસબુકના માધ્યમથી થયો હતો પોલીસ પુત્ર રાજદીપ પ્રવીણસિંહ ગોહિલ અને યુવતીનો પરિચય બાદ કાફેમાં યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ
- રાજદીપને પાણી પુરવઠા બોર્ડમાં નોકરી મળતા યુવતીને તરછોડી
ગુજરાત : રાજકોટમાં એક યુવતીએ થોડા સમય પહેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવાન ભાવનગરના પોલીસ ASI નો પુત્ર છે. યુવાન અને યુવતી ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવાન રાજદીપ ગોહિલએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ રાજદીપને પાણી પુરવઠા ખાતામાં નોકરી મળતા યુવતી સાથે લગ્નની ના પડી તેને તરછોડી નાખવામાં આવી હતી. આ મામલે યુવતીએ રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરી પોલીસ પુત્ર રાજદીપને રાજકોટ પોલીસે જેલ હવાલે કર્યો છે.