News Inside/ Bureau: 12 January 2023
દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે. પદયાત્રા માટે જાણીતા અને અનેક લોકોમાં ચાહના મેળવી ચૂકેલા પ્રિન્સ પંચારીયા દ્વારા રાજસ્થાનમાં બાલોત્રાથી કૈલાશ સુધી ૭ હજાર કિલોમીટરની પદયાત્રા કરવામાં આવશે. તેઓ ૧૦ મહિનાથી લઈને ૧ વર્ષ સુધી પદયાત્રા સતત કરશે. આ વર્ષમાં જ તેઓ આ પદયાત્રાનો પ્રારંભ કરી
રહ્યા છે. જે માટે બાલોત્રાના નેતાઓ, સોશિયલ મીડિયા થકી તેમને સપોર્ટ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત બિઝનેસમેન પણ આર્થિક સપોર્ટ કરશે.અગાઉ મહારાષ્ટ્રના ફેમસ એવા હિન્દુસ્તાની ભાઉ સાથે બલોત્રા રાજસ્થાન થી કૈલાશ માનસરોવર તિબ્બત ની પદયાત્રા ની જાહેરાત કરી.
તેઓ અગાઉ પણ યાત્રા કરી ચૂક્યા છે. પ્રિન્સ પંચારીયા કે જેમણે બાલોત્રાથી કેદારનાથની પદયાત્રા ૯ ફેબ્રુઆરી ૨૦૨૨ થી શરુ કરી હતી. આ યાત્રા ૩ મે ૨૦૨૨ સુધી એટલે કે, ૮૩ દિવસ ચાલી હતી. જેમાં ૫ સ્ટેટ રાજસ્થાન, હરીયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડમાં યાત્રા કરી હતી. તેઓ રીયાલિટી શોમાં ડાન્સની કોમ્પિટિશનમાં પણ ભાગ લઈ ચૂક્યા છે અને તેમાં પણ વિનર બન્યા હતા. આ રીયાલિટી ડાન્સ શોમાં તેઓ સેકન્ડર રનરઅપ રહી ચૂક્યા છે. આ ડાન્સ રીયાલિટી શો આગામી સમયમાં ઝી સલામ, 9xm પર ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.
પ્રિન્સ પંચારીયાએ કહ્યું કે, આ વર્ષમાં જ પદયાત્રા કરીશ. આ પદયાત્રા થકી અસંખ્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે. ખાસ કરીને સ્કૂલો, ગામ, શહોરો, જિલ્લા અને કસબાઓમાં જઈ લોકોને આ મેસેજ આપવો છે. હિન્દુસ્તાન સનાતન ધર્મની જાગૃતી, ગૌ માતા રાષ્ટ્ર માતા તરીકેનો દરજ્જો મળે તે માટે મારી આ પદયાત્રા થકી વધુને વધુ લોકો સુધી પહોંચવા માટેનો મોટો પ્રયાસ છે.
વધુમાં કહ્યું કે, અગાઉ પણ મે પદયાત્રા કરી હતી ત્યારે લોકો તરફથી ખૂબ સહકાર પણ મળ્યો હતો. અગાઉ જ્યારે મેં બાલોત્રાથી કેદારનાથની પદયાત્રા કરી ત્યારે રાજસ્થાન
સહીતના રાજ્યોમાં એક્ટરથી લઈને રાજકીય નેતાઓનો સપોર્ટ મળ્યો હતો. આ સાથે તેમણે હિન્દુસ્તાની ભાઉં, હનુમાનજી બેનીવાલ રાજસ્થાનના રાજકીય નેતા, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર અગ્રિકલ્ચર કૈલાશ ચૌધરી આ ઉપરાંત સેલિબ્રિટી ડાન્સર એવા રાઘવ જુયાલ તેમજ બાલોત્રાના સંદીપ જૈનનો વિશેષરુપે આભાર પ્રગટ કર્યો હતો.