પંજાબના રસ્તા પર ફરતી ટ્રકના ટૂલ બોક્સમાંથી ગુજરાત ATS દ્વારા 38 કિલો ડ્રગ જપ્ત

0 minutes, 7 seconds Read
Spread the love

News Inside/ Bureau: 31st August 2022

ગુજરાત: ગુજરાત રાજ્યના ભુજ ખાતેથી ટ્રક ડ્રગ લઈને છેક પંજાબ સુધી પહોંચી પણ કોઈની નજરે જ ચડી. પંજાબમાં નવા-શહેર સિટીમાં બે શંકાસ્પદ માણસો પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ ટ્રક ભુજ થી પંજાબ ગઈ હતી. કુલવિન્દર રામ ઉર્ફ કિન્ડા અને બીટ્ટુ નામના ઈસમોની ગુજરાત ATS દ્વારા 38 કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ કેશમાં ATS ગુજરાત દ્વારા વધુ તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું છે કે તેમજ ટેક્નિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે માહિતી મળી છે કે કચ્છના ગુવાર મોટી ગામમાં રહેતા બે ઈશમો પણ આ ગુનામાં સંડોવાયેલા છે જેમના નામ ઉમર ખમીસ જત અને હમદા હારુન જત છે. ATS ગુજરાતના અધિકારીઓ દ્વારા આ બન્ને ઈશમોને અમદાવાદ ખાતે લાવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!