- રાજસ્થાન ના ઝાલોર ના સુરાણા ગામે સરસ્વતી વિદ્યા મંદિર માં ઈન્દ્ર મેધવાલ ઉંમર વર્ષ ૯ દ્વારા આચાર્ય શ્રી ની માટલી માંથી પાણી પીવા બાબતે આચાર્ય છેલશિંગ દ્વારા ક્રૂરતાપૂર્વક બેરહેમીથી માર મારતાં ઈન્દ્ર મેધવાલ નું મૃત્યુ થયેલું જેને ન્યાય મળે તે હેતુ થી પાટણ કલેકટર કચેરી વિરોધ પ્રદર્શન કરી ઇન્દ્ર મેધવાલ ને ન્યાય આપો આભડછેટ નાબૂદ કરો જાતિવાદ નાબૂદ કરો હત્યારા ને ફાંસી આપો જેવાં સૂત્રોચ્ચાર કરવામા આવ્યાં અને પાટણ કલેકટર મારફત રાજસ્થાન ના મુખ્યમંત્રી અને મહામહિમ રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે
૧.ઇન્દ્ર મેધવાલ નાં હત્યારા ને ફાંસી આપવામાં આવે
૨.સરકાર દ્વારા તમામ શાળાઓ માં આભડછેટ બાબતે સર્વે કરવામાં આવે અને જ્યાં પણ આભડછેટ નું આચરણ કરવામાં આવતું હોય તે તમામ શાળા ઓ ઉપર કડક પગલા લેવામાં આવે
૩. સરકાર દ્વારા આભડછેટ વિરૂદ્ધ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવે અને સ્વેછીક સંસ્થાઓ ને સાથે જોડવામાં આવે
૪. તમામ શાળા ઓ માં ઈન્દ્ર મેધવાલ નું વોલ પેન્ટ બનાવવા માં આવે
૬. ઈન્દ્ર કુમાર ના મૃત્યુ દિવસ ને આભડછેટ મુકત દિવસ તરીકે જાહેર કરવામાં આવે
૭. ઇન્દ્ર મેધવાલ નાં પરીવાર ને ૫૦ લાખ રૂપિયા સહાય આપવામા આવે અને પરીવાર ના બે સભ્યો ને નોકરી આપવામાં આવે
૮. અનુ જાતિ અને અનુસૂચિત જન જાતિ ઉપર થતાં અત્યાચારો માં સરકાર નો રવૈયો ભેદભાવ પૂર્ણ હોય છે તેને નિષ્પક્ષ રીતે જોવામાં આવે આ તમામ માગણીઓ સાથે આજે પાટણ ના અલગ અલગ ગામો અને શહેર ના ૧૦૦ થી વધૂ લોકો હાજર રહ્યા
