બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે, જેને લઈ આયોજકો એ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યાારે જાહેરાત થતાં જ વિવાદ પણ શરૂ થયો છે.
અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન ના નારા લગાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ, રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે.
પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટો મૂકીને પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા બાગેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છ હતું કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!
રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી પહેલી જૂન તેમજ બીજી જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તેમજ આવતીકાલે બુધવારના રોજ રાજકોટ ખાતે સમિતિ કાર્યાલય પણ ખુલવાનું છે. અગાઉ રાજકોટ ખાતે મોરારીબાપુને ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મીડિયાએ પૂછતા મોરારીબાપુએ કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો મને બહુ પરિચય નથી. જ્યારે કે 11 મહિના પૂર્વે મોરારીબાપુની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુના વખાણ કરતા થાક્યા નહોતા.
ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મોરારીબાપુને પ્રવર્તમાન યુગના તુલસી કહેવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજકોટ ખાતે યોજાનારા દિવ્ય દરબારમાં કયા-કયા સંત ગણો તેમજ કયા-કયા પોલિટિકલ લીડર્સો હાજર રહે છે, એ જોવું ખુબ જ મહત્વનું બની રહેશે.
Rajkot: As soon as the divine court of Dhirendra Shastri’s Bageshwar Dham was announced, controversy arose in the city!