રાજકોટના ઉપલેટામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. GJ 03 LR નંબરની HECTOR ગાડીમાં આવેલ પાંચથી છ સખ્શોએ ફાયરિંગ કર્યું હતું. પંચ હાટડી ચોકમાં ચા પી રહેલ ચાર વ્યક્તિઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. GJ 03 LR નંબરની HECTOR ગાડીમાં આવેલ પાંચથી છ સખ્શોએ ફાયરિંગ કર્યું હતું. પંચ હાટડી ચોકમાં ચા પી રહેલ ચાર વ્યક્તિઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં મામદ અલી સમાને થાપાના ભાગે, જાવેદ મિંયાણાને સાથળમાં ગોળીઓ વાગી હતી જ્યારે બાબુભાઈ મેમણને ડાબા હાથના મસલ્સમાં ગોળી લાગીને સોંસરવી નીકળી ગઈ હતી જ્યારે જાહિર ધરારને સામાન્ય ઈજા પહોંચી હતી.
પોલીસે ગાડીના આધારે કોણે ફાયરિંગ કર્યું તેમની તપાસ કરી શરૂ છે. રાત્રિના બે વાગ્યે બનેલા બનાવને લઈને લોકોમાં નાશભાગ મચી હતી. બનાવની જાણ થતા ઉપલેટા પીઆઇ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઇજાગ્રસ્તોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જોકે, આ ફાયરિંગ ક્યા કારણે કરવામાં આવ્યું તેની માહિતી સામે આવી નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.