9 ફેબ્રુઆરીએ લગ્ન દીકરી શનેલ ઈરાની (Shanelle Irani) અને અર્જુન ભલ્લાના (Arjun Bhalla) લગ્ન થયા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) શુક્રવારે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર શાહરુખ ખાન (Shah Rukh Khan) બન્યો હતો, જે બ્લેક કલરનું સૂટ પહેરીને આવ્યો હતો અને હેન્ડસમ લાગતો હતો.
Shah Rukh Khan in the reception of Smriti Irani’s daughter NEWS INSIDE
પૂર્વ એક્ટ્રેસ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના (Smriti Irani) દીકરી શનેલ ઈરાનીના (Shanelle Irani) 9 ફેબ્રુઆરીના રોજ એનઆરઆઈ ફિયાન્સે અર્જુન ભલ્લા (Arjun Bhalla) સાથે રાજસ્થાનમાં આવેલા ખીમસર કિલ્લામાં શાહી લગ્ન યોજાયા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ સામેલ કરવામાં આવ્યા હતા. જો કે, શુક્રવારે સ્મૃતિ ઈરાનીએ તેમના સહકર્મીઓ તેમજ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં મૌની રોય (Mouni Roy), રોનિય રોય તેમજ રવિ કિશન તેમના પરિવારના સભ્યો સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ સમગ્ર ફંક્શન દરમિયાન જો કોઈ સૌથી વધારે લાઈમલાઈટમાં રહ્યું હોય તો તે હતો બોલિવુડનો ‘બાદશાહ’ શાહરુખ ખાન (Shah Rukh Khan).
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોયે રિસેપ્શનની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં તે અને તેનો પતિ સૂરજ નામ્બિયાર નવદંપતી શનેલ અને અર્જુન સાથે પોઝ આપી રહ્યા છે. આ તસવીરમાં સ્મૃતિ ઈરાની પણ છે જેઓ લાલ કલરની બનારસી સાડી, લાઈટ જ્વેલરી અને બાંધેલા વાળમાં સુંદર લાગી રહ્યા છે. તો એક્ટ્રેસે ગ્રીન કલરની શિમરી સાડી પહેરી છે અને વાળને હળવા કર્લ્સ કર્યા છે. બીજી તસવીરમાં શાહરુખ ખાનની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે લખ્યું છે ‘અભિનંદન શનેલ અને અર્જુન….આગળની જર્ની તમારી સૌથી અર્થસભર રહે અને તમે ખુશ રહો તેવી શુભેચ્છા. લવ યુ દી @smritiiraniofficial’. જણાવી દઈએ કે, મૌની રોયે સીરિયલ ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’માં સ્મૃતિ ઈરાની સાથે કામ કર્યું હતું અને ત્યારથી બંને વચ્ચેનો સંબંધો જળવાઈ રહ્યા છે.