News Inside/ Bureau: 28 April 2023
સ્પીડફોર્સ ફ્રેન્ચાઇઝી કંપનીનું નવું ટુ વ્હીલર સર્વિસ સેન્ટર આર.એ એનર્જી ટેક – અમદાવાદ, ગુજરાતમાં શરૂ થયું. સ્પીડફોર્સ એ ભારતની એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને નંબર 1 મલ્ટિ-બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ ફ્રેન્ચાઇઝ ચેઇન કંપની છે. ભારતની ઝડપથી વિકસતી “સ્પીડફોર્સ” નું આર.એ એનર્જી ટેક” નામ નુ ટુ વ્હીલર સર્વિસ ગ્રાઉન્ડ ફ્લોર એ-૧૯ શાશ્વત બિઝનેસ પાર્ક, રખિયાલ રોડ, સોમા ટેક્ષ્ટાઈલની સામે અમદાવાદ ખાતે તમામ બ્રાન્ડના ટુ વ્હીલરની સર્વિસ માટે ખુલ્યું છે. સર્વિસ સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે નવા સર્વિસ સેન્ટર ના માલિક અબ્દુલ અહદ પઠાણ સાથે સ્પીડફોર્સ ની ટીમના માર્કેટિંગ હેડ આરકે ભાટિયા, માર્કેટિંગ લીડર સ્નેહલ સોલંકી, શૈલેષ પંડ્યા, મુસ્કાન રાણા અને ટેકનિકલ એડવાઈઝર પવન ચૌહાણ તેમજ મિત્રો શુભેચ્છકો હાજર રહ્યા હતા.
તેઓએ એ જણાવ્યું કે સ્પીડફોર્સના આ સર્વિસ સેન્ટર માં હવે ગ્રાહકો એક જ છત નીચે બજાજ, હીરો વગેરે જેવી તમામ બ્રાન્ડના ટુ વ્હીલર્સની સર્વિસિંગ અને રિપેરિંગ, બ્રેક ડાઉન, બાઇક સર્વિસ, ઓઇલીંગ, બેટરી, આકસ્મિક સહાય, ક્લેમ સેટલમેન્ટ, રોડ સાઇડ સહાય, ઇ.વી. ચાર્જિંગ અને EV સર્વિસિંગ વગેરે જેવી સેવાઓ પણ મેળવી શકશે. આ સેન્ટરમાં ગ્રાહકો દરેક બ્રાન્ડના ટુ વ્હીલરના સ્પેરપાર્ટ્સ પણ મેળવી શકશે અને તેની સાથે આ ટુ વ્હીલરનો અહીં વીમો પણ કરાવી શકાશે, જેનો લોકોને ઘણો ફાયદો થશે.
સ્પીડફોર્સની સ્થાપના 2011માં વિવિધ ક્ષેત્રોમાં નિપુણ ત્રણ ભાગીદારો શ્રી દીપેન બારાઈ, શ્રી કપિલ ભીંડી, અને શ્રી અશોક એમ શાહ દ્વારા કરવામાં આવી હતી, આ સેગમેન્ટમાં વિશાળ સંભાવનાને ઓળખીને અને તેઓએ એક-સ્ટોપ સોલ્યુશન તરીકે બજારમાં “સ્પીડફોર્સ” રજૂ કર્યું. સ્પીડફોર્સ ઓછી કિંમતના ઊંચા વળતરના મોડલમાં માને છે, તેથી ફ્રેન્ચાઇઝીને મહત્તમ નફો મેળવવામાં મદદ કરે છે. સ્પીડફોર્સનો ઉદ્દેશ્ય તમામ ટુ વ્હીલર ગ્રાહકોને વાજબી દરે શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરીને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવાનો છે. સ્પીડફોર્સ ટુ વ્હીલર સર્વિસ સ્ટેશન ફ્રેન્ચાઈઝી આપે છે અને જેઓ આ ઓટોમોબાઈલ બિઝનેસમાં જોડાવા માંગે છે તેઓ ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરીને સ્પીડફોર્સ સાથે તેમની કારકિર્દી બનાવી શકે છે. સ્પીડફોર્સના સહ-સ્થાપક કપિલ ભીંડીએ જણાવ્યું હતું કે,”અમે આગામી ત્રણ વર્ષમાં સ્પીડફોર્સ વર્કશોપને 4000 સુધી વધારીશું અને સ્થાનિક ટેક્નોલોજી અને પાન ઈન્ડિયા નેટવર્કની શક્તિને સરળતાથી જોડીશું અને અમે આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા તથા આ ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો પૂરી પાડીને દેશની અર્થવ્યવસ્થામાં વધારો કરવા અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનો પોતાનું યોગદાન આપી રહ્યા છે.કંપની દીપેન બારાઈ, એ જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ આફ્ટરમાર્કેટ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં ઓટોપાર્ક જેવી સમગ્ર ઈકોસિસ્ટમ પણ બનાવી રહ્યું છે.