News Inside/15 May 2023
Gujarat
વડોદરામાં જો હવે કોઈ જાહેરમાં થુંકતા ઝડપાશે તો તે વ્યક્તિને દંડ ચૂકવવો પડશે. વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા જિલ્લામાં હવે જાહેરમાં થુંકીને ગંદકી ફેલાવનાર લોકો સામે કાર્યવાહી થઇ દંડ ની જોગવાઈ કરવામાં આવી છે. આમાં જાહેર સ્થળ પર પાન-મસાલા કે ગુટખા નું સેવન કરી પિચકારી મારનાર લોકોને દંડ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
CCTV ફૂટેજના આધારે અત્યાર સુધીમાં 33 વાહન ચાલકોને નોટિસ ફટકારાઇ છે. આવનાર સમયમાં આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેમ છે. આ તમામ લોકોની RTOમાંથી વિગત મેળવી દરેકને 100 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
જાહેર સ્થળ અને રસ્તાઓ પર ગંદકી ફેલાવનાર માટે આ એક શીખ રૂપ છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આ અંગે કાર્યવાહી થાય તેવી શક્યતા હોઈ શકે છે.