• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ

Spread the love

ગુજરાત : ગણેશોત્સવની રાજ્યભરમાં ધામધૂમપુર્વક ઉજવણી કરાઇ હતી અને હવે ગરબા રમવા માટે લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કોરોનાની અસર ઓછી થતાં તહેવારોની ઉજવણી કરવામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે પણ નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે લોકોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.

જો કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે જોતાં ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. હવામાન વિભાગના વરતારા મુજબ આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થવાની શક્યતા છે અને આ જ ગાળામાં નવરાત્રી પણ આવી રહી છે જેથી નવરાત્રીમાં પણ છુટો છવાયો વરસાદ પડી શકે છે.

બીજી તરફ હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે જેમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. ખાસ કરીને 17-18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વૉકમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરોથી વરસાદ પડી શકે છે અને આગામી નવરાત્રીમાં પણ છૂટો-છવાયો વરસાદ થઇ શકે છે

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!