News Inside/17 May 2023
Gujarat
અમદાવાદ। અમદાવાદ શહેરમાં આજે બિન-પરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે, 17 મે 2023 ના રોજ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની ત્રણ વિસ્તારમાં બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં,
- (૧) ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરીમાં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટને JCB મશીન તથા વટવા પોલીસ સ્ટેશનની મદદથી દૂર કરવામાં આવ્યા છે.
- (૨) ઈલેકશન વૉર્ડ લાંભા પૂર્વમાં કામિલ રેસીડેન્સી ખાતે વટવા કેનાલ રોડ ઉપર આવેલા 4 રો- હાઉસ પ્રકારના રહેણાંક બાંધકામો JCB મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે બિન-પરવાનગી બાંધકામ ઝુંબેશને નારોલ પોલીસ સ્ટેશનની મદદ મળી હતી.
- (૩) ઈલેકશન વૉર્ડ બહેરામપુરા વિસ્તારના નબીનગર વિભાગ-૬, હિમાલય બેકરી રોડ, બેરલ માર્કેટ, બહેરામપુરા ખાતે ગ્રાઉન્ડ ફ્લોર થી 7 માળ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર બાંધકામ પ્રક્રિયા ચાલુ કરાતા ગ્રાઉન્ડ ફ્લોર સ્તર પર GPMC એક્ટ મુજબની નોટિસોની કાર્યવાહી પૂર્ણ કરી બાંધકામ અટકાવવા માટે છ વખત બાંધકામને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ પ્રક્રિયા ચાલુ રાખી 7 માળ સુધી બાંધકામ કરવામાં આવ્યું હતું. સમગ્ર બાંધકામ દૂર કરવા માટે પાંચ વખત પોલીસ મદદની માંગણી કરવામાં આવી હતી. જેથી આજે 17 મે 2023 ના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે AMC દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.