Nidhi Dave
સુપ્રીમ કોર્ટના ચુકાદા હવે અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચૂડે બુધવારે ઓપન કોર્ટમાં વિગત આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસના પર્વ પર ૧ હજારથી વધુ ચુકાદા ગુજરાતી, હિન્દી, તમિળ અને ઓડિયમાં અનુવાદ કરીને આપવામાં આવ્યા છે.
CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે કહ્યું કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટસ (E-SCR) પરિયોજના પ્રજાસત્તાક દિવસે બંધારણની આઠમી અનૂસૂચીમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ આપવાનું શરૂ કરશે.
પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમ કોર્ટ 1000થી વધારે નિર્ણય જાહેર કરશે, જેનો અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે એટલે કે 25 જાન્યુઆરીએ આની જાહેરાત કરી. તેમને કહ્યું કે નિર્ણયોના અનુવાદ હવે ઝડપથી થઈ રહ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે નિર્ણયોનું ઉડિયા, અસમિયા, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે.
CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે કહ્યું કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટસ (E-SCR) પરિયોજના પ્રજાસત્તાક દિવસે બંધારણની આઠમી અનૂસૂચીમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ આપવાનું શરૂ કરશે.
સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના 1091 નિર્ણ
ખંડપીઠ સુનાવણી માટે બેઠી કે તરત જ ચીફ જસ્ટિસે વકીલોને કહ્યું કે સર્વોચ્ચ અદાલત ગુરૂવારે ઈ-એસસીઆર પ્રોજેક્ટના એકભાગનું અમલીકરણ શરૂ કરશે, જેની હેઠળ અનુસૂચીમાં દાખલ કેટલીક સ્થાનિક ભાષાઓમાં જજમેન્ટ્સ ફ્રીમાં ઉપલબ્ધ થઈ શકશે
તેમને કહ્યું e-SCR પસિવાય હવે અમારી પાસે સ્થાનિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના 1091 નિર્ણય પણ છે, જે પ્રજાસત્તાક દિવસ પર ઉપલબ્ધ થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય e-SCR પ્રોજેક્ટ સિવાય સુપ્રીમ કોર્ટની વેબસાઈટ, તેની મોબાઈલ એપ્લિકેશન અને રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ (NJDJ)ના નિર્ણય પોર્ટલ પર ઉપલબ્ધ
બંધારણની આઠમી અનુસૂચીમાં 22 ભાષાઓ
તમને જણાવી દઈએ કે બંધારણની આઠમી અનુસૂચીમાં 22 ભાષાઓ છે. તેમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી સામેલ છે.
શે..ય હશે.