NEWS INSIDE – Gujarati News
Surat New Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ દર્દીઓને આપવામાં આવતા ઈન્જેક્શનની ઘટ ઉભી થઈ છે. ઈન્જેક્શનની ઘટના કારણે દર્દીઓ ચિંતિત છે અને તેમને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.- News Inside
સુરતઃ શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે હવે એક લોકોની ચિંતા વધારે તેવી ખબર આવી રહી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાનના કરડ્યા બાદ આપવામાં આવતા ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં આ ઈન્જેક્શનની કિંમત વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
શહેરમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ છાસવારે બની રહી છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ આપવામાં આવતા ઈન્જેક્શન ખૂટી પડ્યા છે. આમ થવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે ડોગ બાઈટ બાદ આપવામાં આવતા ઈન્જેક્શન ખૂટ પડવાથી દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.સુરતઃ શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે હવે એક લોકોની ચિંતા વધારે તેવી ખબર આવી રહી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાનના કરડ્યા બાદ આપવામાં આવતા ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં આ ઈન્જેક્શનની કિંમત વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
શહેરમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ છાસવારે બની રહી છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ આપવામાં આવતા ઈન્જેક્શન ખૂટી પડ્યા છે. આમ થવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે ડોગ બાઈટ બાદ આપવામાં આવતા ઈન્જેક્શન ખૂટ પડવાથી દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં 5 દિવસથી ઈન્જેક્શનની ઘટ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં ઈન્જેક્શન મોંઘા છે. ડોગ બાઈટનો ભોગ બનેલી વ્યક્તિ કેટલી ગંભીર રીતે ઘાયલ થઈ છે તે પ્રમાણે ઈન્જેક્શન આપવામાં આવતા હોય છે.
ડોગ બાઈટમાં સામાન્ય રીતે ઘાયલ થયેલી વ્યક્તિને અને ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને અલગ ઈન્જેક્શન આપવામાં આવતું હોય છે. પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીને આપવામાં આવતા ઈન્જેક્શનની ઘટ ઉભી થઈ છે. આવામાં દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.
ફરી ક્યારે સ્ટોક કરાશે?
જોકે, જે ઈન્જેક્શનની ઘટ ઉભી થઈ છે તેનો સ્ટોક વધારવા માટેની કામગીરી પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને બપોર સુધીમાં સ્ટોક લાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.