• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

અમદાવાદમાં ચાલુ કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણી પર હુમલો, પોલીસની હાજરીમાં પૂર્વ ગૃહ મંત્રીના ફોલ્ડરે હુમલો કર્યાનો આક્ષેપ

Spread the love

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ દ્વારા લોક સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ત્યારે કેટલીક જગ્યાએ નેતાઓ પર હુમલાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં લોકોની પરેશાની દૂર કરવા પોંહચેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો કરવામાં આવ્યો છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સરકારી આવાસના મકાનોમાં ઘણ સમયથી ચાલી રહેલી ગેર કાયદેસર પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન હતા. તેઓ દ્વારા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીને રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ જીગ્નેશભાઈ દ્વારા વિસ્તારના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા 1000થી વધારે પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી.

કાયદા વિરુદ્ધ ખોટા મકાનો ભાડે ચડાવામાં આવ્યા હતા જે આવાસ યોજના ના નિયમ વિરુદ્ધ છે. દારૂનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલી રહ્યા હતો. ખોટા દસ્તાવેજો ઉભા કરી ચૂંટણીઓ યોજાઈ રહી હતી. મહિલાઓને ખુલ્લેઆમ ગાળો આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈ રામોલ પોલીસ, અમદાવાદ મુનીસિપલ કોર્પોરેશન અને ડીસીપી કક્ષાએ અનેક વાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેઓની આજ દિન સુધી કોઈ જ સુનવણી થઈ નથી. નર્મદા એપાર્ટમેન્ટ વસ્ત્રાલ ખાતે જીગ્નેશભાઈ મેવાણીની સભામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ફોલ્ડર લાભુ દેસાઈ દ્વારા સ્ટેજ ઉપર ચઢી પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સેકડો લોકોની હાજરીમાં કાર્યક્રમમાં તોડફોડ કરી કાર્યક્રમને બંધ કરાવવાની કોશીશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!