• Wed. Sep 28th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

SMC ની ઉમદા કામ ગીરી બનાવટી દારૂ ની 452 પેટી ઝડપી પાડ્યા

Spread the love

SMC પોલીસ અધિકારીઓ ની અને પોલીસ કર્મચારીઓ ની બાહોશ હિમ્મત ભરેલી નિડરતા પુર્વક કામગીરી.અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક આઈસર ટ્રક માંથી ઈન્ગલિશ બનાવટના દારૂ ની 452 પેટી પકડેલ છે. ‌

અમુક મહાશયો એ આ જ SMC ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ની ટીમ ઉપર આજ અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોટી રીતે બદનામી ના છાંટા ઉડાવીને આજ SMC ની ટીમ નું મોરલ અને હિમ્મત તોડવાનો પ્રયાસ કરેલ.

જેના જવાબમાં આ જ SMC ની ટીમે આજ અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઈન્ગલિશ બનાવટના દારૂ ની 452 પેટીઓ એક આઈસર ટ્રક માંથી પકડી ને પ્રજા ને ઉદાહરણ તરીકે બતાવ્યું કે અમારી ઉપર ગમે તેટલા ખોટા બદનામી ના છાંટા ભલે ઉડાવે પણ અમે હિમ્મત નહી હારીએ.અમે અમારુ મોરલ નહીં તોડીએ.અમે પ્રજા ના હિતમાં સારી કામગીરી કરતા જ રહીશું..

👆 મિત્રો આ છે આપડા ગુજરાત રાજ્ય ની પોલીસ.જેના કારણે આખા ભારત દેશમાં ગુજરાત રાજ્ય નું પોલીસ ડીપાર્ટમેન્ટ નંબર 1 માનવામાં આવી રહ્યું છે.

મિત્રો જો આપ સર્વે ને કદાચ યાદ હોય તો ?? સચીન તેંડુલકર ક્રિકેટર જેને આપડા ભારત દેશનો મહાન ક્રિકેટર માનવામાં આવે છે.અને મહાન ક્રિકેટર પણ છે જ.

ભારત વિથ પાકિસ્તાન ની એક મેચ રમાઈ રહેલી હતી.જે મેચ માં પાકિસ્તાન ના કહેવાતા સોહેબ અખ્તર નામના ફાસ્ટ બોલરે સચિન તેંડુલકર ને માથાના ભાગે હેલ્મેટની ઉપર બાઉન્સર બોલ નાખેલ અને જે સચિન તેંડુલકર ને હેલ્મેટના ભાગ માં ટકરાયો હતો.સદભાગ્યે હેલ્મેટના કારણે સચિન તેંડુલકર ને કોય પણ પ્રકારની ઈજા થઈ ન હતી.અને ત્યાર બાદ સચિન તેંડુલકરે હિમ્મત રાખીને જરાય પણ ડર રાખ્યા વગર પોતાનું મોરલ જાળવી રાખી ને એજ ઓવરમાં એજ પાકિસ્તાન ના ફાસ્ટ બોલર શોએબ અખ્તર ને સતત ત્રણ બોલ માં ત્રણ ચોકા ફટકારી ને ભારત દેશની ક્રિકેટ ટીમ ની તાકાત કેટલી છે તે બતાવેલી હતી…

બસ આ જ રીતે SMC ની ટીમે પોતાની હિમ્મત ન હારી ને પોતાનું મોરલ જાળવી રાખી ને કોય પણ ડર રાખ્યા વગર એક આઈસર ટ્રક માંથી 452 ઈન્ગલિશ બનાવટના દારૂ ની પેટીઓ પકડીને ગુજરાત રાજ્ય ની SMC ટીમ ની કેટલી તાકાત છે. તે પ્રજાલક્ષી સારી કામગીરી હાથ ધરી સત્ય નો વિજય મેળવ્યો છે.

મિત્રો ગુજરાત ની SMC ટીમનો આ પહેલો ચોક્કો માની શકાય.ગુજરાત ના બુટલેગર ગુનેગારો તૈયાર રહેજો.હજુ આવા અનેક ચોક્કા SMC ની ટીમ દ્વારા ફટકારવામાં આવશે..‌

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!