19 એપ્રિલ રોજ ‘વર્લ્ડ લીવર ડે’ તરીકે ઉજવાય છે જે ઉજવણી કરવા પાછળનું કારણ છે કે લીવર પ્રત્યના રોગથી સાવધાન રહો તે બાબતની જાગૃતતા માટે 19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર દિવસ તરીકે ઉજવાય છે. જો કે, તમને જણાવી દઈએ કે, આપણા શરીરમાં લીવર શું કાર્ય કરે છે. લીવર વિશે ટૂંકમાં અને સરળ ભાષામાં કહીએ તો તે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાનું કામ કરે છે એટલે જ તેને શરીરની રાસાયણિક પ્રયોગશાળા કહેવાય છે. અત્રે ખાસ વાત છે કે, મગજ પછી જો કોઈ જટિલ અંગ હોય તો તે લીવર છે
લીવર ડે 2023
આ વર્ષ લીવર ડે 2023ની થીમ છે “સતર્ક રહો, નિયમિત લીવર ચેક-અપ કરો, ફેટી લિવર કોઈને પણ અસર કરી શકે છે
લીવરના કાર્યો
ખારોક આંતરડામાંથી સુસાઈને લોહીની નળી મારફતે પ્રથમ લીવરમાં જાય છે, જેમાંથી વિવિધ શરીરને ઉપયોગી તત્વો જેમ કે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તેમજ ચરબી, વિટામીન અલગ પાડે છે. તેમજ આ સાથો સાથ અમુક જીવાણું પણ લીવરમાં જતા હોય છે અને તે બધાનો નાશ પણ કરે છે
લીવર ખરાબના લક્ષણો
ઉંઘ આવ્યા જ કરે
પેસાબ ઓછો થઈ જાય
ઉલટી
થાક લાગવો
ઝાડા
વજન ઓછુ થવું
યાદ શક્તિ ઘટે
સારવાર શક્ય
વિગતો મુજબ લીવરના અમુક રોગોની ડોક્ટરની યોગ્ય સારવારથી બિમારી દૂર કરી શકાય છે તેમજ લીવર ગંભીર રીતે ખરાબ થઈ ગયું હોય ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી બને છે
શું છે લીવર ટ્રાન્સપ્લાન્ટ
તમે સૌ કોઈ જાણો છો કો લીવર વિના માનવી જીવી શકે નહી. જ્યારે એક વ્યક્તિમાંથી નીકાળી બીજા વ્યક્તિનમાં લીવર નાંખવામાં આવે તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. લીવર એક માત્ર એવું અંગ છે કે, જે અડધું કાઢી લેવામાં આવે તો થોડા સમય પછી પાછુ મુળ કદ જેટલું થઈ જાય છે.
તમારા લીવરને આ રીતે ફિટ રાખો
લીવર ડેમેજના 90 ટકા કેસ આલ્કોહોલનું સેવન, ડાયાબિટીસ, લિપિડ પ્રોફાઇલમાં વધારો અને સ્થૂળતાના કારણે થાય છે. પહેલાતો આહાર અને ફાસ્ટ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ તેમજ વ્યાયામ અને શરીર લિપિડ પ્રોફાઇલ નિયંત્રણ રાખવી જોઈએ. આ સિવાય આલ્કોહોલનું સેવન ટાળવું જેની અસર લીવર પર ઘણી પડે છે.