- નવી પોલિસીના આધારે એકાઉન્ટ સસ્પેન્શનની તુલનામાં ઓછી ગંભીર કાર્યવાહી કરાશે
- યૂઝર્સને એકાઉન્ટના ઉપયોગ ચાલુ રાખવા માટે પહેલા ટ્વિટને હટાવવાનું કહેવાશે
- સીરિયસ પોલીસી વાયોલન્સના કેસમાં યૂઝર્સના એકાઉન્ટને સસ્પેન્ડ કરાશે
- દુનિયામાં Twitterના કરોડો યૂઝર્સને માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
હવે તે પોતાના એકાઉન્ટ સસ્પેન્શનની સામે અવાજ ઉઠાવી શકશે. કંપનીએ શુક્રવારે કહ્યું કે ટ્વિટર યૂઝર 1 ફેબ્રુઆરીથી શરૂ થનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નવા નિયમોના આધારે ખાતાને બંધ કરવાની અપીલ કરવા અને મૂલ્યાંકન કરવામાં સક્ષમ હશે. આ સિવાય મળતી માહિતી અનુસાર નવા નિયમો હેઠળ ટ્વિટર એકાઉન્ટ્સ ફક્ત ગંભીર કિસ્સાઓમાં અથવા વર્તમાન નીતિઓના વારંવાર ઉલ્લંઘનમાં સસ્પેન્ડ કરવામાં આવશે. નીતિના ગંભીર ઉલ્લંઘનોમાં અયોગ્ય સામગ્રી અથવા પ્રવૃત્તિમાં સામેલ થવું, હિંસા અથવા નુકસાનને ઉશ્કેરવું અથવા ધમકી આપવી, અન્ય વપરાશકર્તાઓને કેન્દ્ર બનાવીને ઉત્પીડનમાં સામેલ થવું જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
હવે ખાતા સસ્પેન્શનની કોઈ કાર્યવાહી નહીં થાય!
ટ્વિટરે કહ્યું કે નવી નીતિ હેઠળ આગળ જતાં, એકાઉન્ટ સસ્પેન્શન કરતાં ઓછી આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેમ કે જો નીતિ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો ટ્વિટ્સની પહોંચને મર્યાદિત કરવી અથવા એકાઉન્ટનો ઉપયોગ ચાલુ રાખતા પહેલા વપરાશકર્તાઓને ટ્વિટ્સ દૂર કરવા માટે કહેવામાં આવશે. આ પહેલા ડિસેમ્બરમાં ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે પોતાના વિમાન વિશે જાહેર ડેટા પ્રકાશિત કરવા બદલ કેટલાક પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, બાદમાં વિવાદ વકરતાં પત્રકારના ટ્વિટર એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા.
એલન મસ્ક વાણી સ્વાતંત્ર્યની તરફેણમાં છે
તમને જણાવી દઈએ કે ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલન મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી હતી. મસ્કના મતે યુઝર્સને બોલવાની સ્વતંત્રતા મળવી જોઈએ. હકીકતમાં, જેક ડોર્સીના કાર્યકાળ દરમિયાન ઘણા ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. જો કે ટ્વિટર પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સને ફરીથી શરૂ કરવા માટે એલન મસ્કે ‘સામાન્ય માફી’ની જાહેરાત કરી અને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલને ફરીથી શરૂ કર્યું.