- મુંબઇથી માલ આપવા આવેલ આરોપી ઝડપાયો
- આ ગુન્હામાં સંડોવાયેલ નીગ્રો જાતિનો એક અજાણ્યો ઇસમ પકડથી બહાર
- કુલ રૂ.32,20,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
News Inside, Vadodara : દારૂના બેફામ વેંચાણની સાથે માદક દ્નવ્યનો વેપલો પણ વધી રહ્યો છે.આ મામલે વડોદરા શહેર એસ.ઓ.જીને મોટી સફળતા મળી છે. મુંબઇના ડ્રગ્સ સપ્લાયર તેમજ વડોદરાના એક ઇસમને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. 292 ગ્રામ વજનની કિ.રૂ.29,20,000 તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ.32,20,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
એસ.ઓ.જીને બાતમી મળી હતી કે ઇમરાનખાન ઉર્ફે ચીકનદાનાવાળો એમ.ડી.ડ્રગ્સનો વેપાર કરે છે અને તેને માલ આપવા માટે મુંબઇથી એક ઇસમ આવેલ છે અને હાલ તેઓ બન્ને ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનાવાળાના તાંદલજા ખાતેના ભાડાના મકાનમાં હાજર છે. જે બાતમી આધારે સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ પાડી હતી. અને બાતમીમાં જણાવેલ સરનામે બન્ને ઇસમો હાજર હતા તેથી બન્નેને પકડી પાડી અંગ ઝડતી તેમજ ઘરમાં ઝડતી કરી હતી. પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમીટે\લાયસન્સે માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થો પોતાના કબજામાં રાખી પકડાઇ ગયા હતા.જ્યારે આ ગુન્હામાં સંડોવાયેલ નીગ્રો જાતિનો એક અજાણ્યો ઇસમ પકડથી બહાર રહ્યો હતો. જેના પુરા નામ સરનામાની ખબર નથી. આ તમામ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. આ આરોપી વિરૂદ્ધ જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી માદક પદાર્થ મેફેડ્રોનની હેરાફેરી તેમજ વેચાણના નેટવર્ક અંગે તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી
-ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો મહેમુદખાન પઠાણ (રહે,વડોદરા)
-સલીમ ઇમ્તીયાઝ શેખ (રહે,મહારાષ્ટ્ર)
વોન્ટેડ આરોપી
-નીગ્રો જાતિનો એક અજાણ્યો ઇસમ
આરોપી ઇમરાનખાન ચીકનદાનો પાસેથી કુલ રૂ. 30,05,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આરોપી સલીમ ઇમ્તિયાઝ શેખ પાસેથી કુલ રૂ.2,15,000ના મુદ્દામાલ સાથે બન્ને આરોપી પાસેથી તપાસ અર્થે કુલ રૂ. 32,20,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સલીમ ઇમ્તિપાઝ શેખ છેલ્લા દોઢ મહિનાથી પોતાના આર્થિક ફાયદા માટે આરોપી ઇમરાનખાન ચિકનદાનાને મેફેડ્રોનનો જથ્થો મુંબઇથી લાવી વેચાણ કરતો હતો જે આરોપી ઇમરાનખાન તેનું છુટકમાં વેચાણ કરી આર્થિક ફાયદો મેળવતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ઇમરાનખાન વિરૂદ્ધ જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 3 ગુન્હા નોંધાય ચૂક્યા છે. જ્યારે પકડાયેલ આરોપી સલીમ વિરૂદ્ધ કુલ પાંચ ગુન્હા નોંધાય ચૂક્યા છે.