News Inside/ Bureau: 25 January 2023
અમદાવાદમાં ખૂણે ખૂણે વિજિલન્સની લાલ આંખ થતી જોવા મળે છે. ત્યારે ગઈ કાલે ઇંગલિશ દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારે ગઈ કાલે રાત્રે દાણીલીમડા વિસ્તારમાં ધમધમતું જુગારધામ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગળપી પાડવામાં આવ્યું છે. દાણીલીમડા વિસ્તારમાં SMC એ જુગારી અમરતભાઈ રબારીના જુગારી અડ્ડા પર દરોડા પાડીને રોકડ રકમ રૂપિયા ૧૫,૬૦૦ તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા ૨.૦૭ લાખ સાથે કુલ ૧૫ આરોપીઓને ઝડપી પાડયા છે. 2 આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયેલ હોવાથી વોન્ટેડ જાહેર કરેલા છે.
