જુનિયર ક્લાર્કની પરિક્ષા માટે સરકારે ઉમેદવારોને રૂ.254 આપવાનો નિર્ણય લીધો હતો.પરંતુ જે ઉમેદવારોએ પરિક્ષા આપી હશે તેઓને જ આ રકમ વળતર તરીકે મળવાપાત્ર છે.પરંતુ ઘણા ઉમેદવારોએ એક જ બેંક ખાતાની માહિતી નાખી હતી.આથી આવા ઉમેદવારોએ રૂપિયા મેળવવા શું કરવું એ અંગે હસમુખ પટેલે ટ્વીટ દ્વારા માહિતી આપી છે.
પરીક્ષા આપનાર બેંક ડીટેલ આપનાર 286010 ઉમેદવારો પૈકી 265275 ઉમેદવારોનું ચુકવણું થઈ ગયેલ છે.
7763 ઉમેદવારના નાણા પરત આવ્યા જેના કારણો સાથે યાદી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. 2 થી 4 ઉમેદવારોએ એક જ એકાઉન્ટ આપેલ હોય તો તમે આપેલ બેંક ડીટેલ વાળા ખાતામાં તમારા નાણાં જમા ના થવા જોઈએ. તેવું તમે ઇચ્છતા હો તો તમારે તમારા કોલ લેટર તથા કેન્સલ ચેકની નકલ સાથે ટપાલથી અરજી કરવાની રહેશે.
પાંચ કે તેથી વધારે ઉમેદવારોએ એક જ એકાઉન્ટ આપેલ હોય તો તેમણે નાણાં મેળવવા માટે ઉપરની વિગતો આપવી ફરજિયાત છે. રૂ.254ની ચુકવણીની વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.