સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ પહેલીવાર આ દિવસની ઉજવણી કરી હતી અને બે વર્ષ પછી એટલે કે વર્ષ 1977થી વિશ્વમાં આ દિવસ 8મી માર્ચે મનાવવામાં આવે છે. જોકે વર્તમાન સમયમાં પણ કેટલીક મહિલાઓને અત્યાચાર અને યાત્નાઓનો સામનો કરવો પડે છે.
વર્તમાન સમયમાં પણ કેટલીક મહિલાઓને અલગ માધ્યમ કે રીતથી હેરાન-પરેશાન કરવામાં આવે છે. આ અહેવાલમાં અમે જણાવીશું કે મહિલાઓએ સોશિયલ મીડિયા વોટ્સએપ પર પોતાને કેવી રીતે સુરક્ષિત અને સલામત રાખવું જોઈએ. ઘણીવાર મહિલાઓને કેટલાક અસામાજીક ત્તત્વો દ્વારા અલગ અલગ નંબરથી ફોન કોલ કે મેસેજ મોકલવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે વોટ્સએપના આ ફિચર્સનો ઉપયોગ કરીને તણાવમુક્ત રહી શકો છો.
વોટ્સએપના ફિચર્સ વિશે જાણો
જો કોઈ અજ્ઞાત નંબરથી વારંવાર વોટ્સએપ પર ફોન કે મેસેજ આવે છે, તો તેને બ્લોક અને રિપોર્ટ કરી શકાય છે.
પ્રાઈવસી જાળવી રાખવા માટે વોટ્સએપ ડિસએપિયરિંગ ફિચરનો ઉપયોગ કરી શકો છો. જેમાં મેસેજ એક નિર્ધારિત સમય પછી આપોઆપ ડિલીટ થઈ જાય છે. આ સિવાય વ્યૂ વન્સ ફિચરનો પણ ઉપયોગ કરી શકાય છે.
ઘણીવાર લોકો એકબીજાને પૂછ્યા વગર વોટ્સએપમાં લોકોને એડ કરી દે છે. આવી સ્થિતિમાં વોટ્સએપ સેટિંગમાં ફેરફાર કરીને તમે એમાં ફેરફાર કરી શકો છો, જેથી તમને કોઈ અજ્ઞાત વ્યક્તિ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે નહિ.
આ સિવાય તમારો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, સ્ટેટ્સ વગેરે કોણ જોઈ શકે છે, તેને પણ રિવ્યૂ કરી શકાય છે.
વોટ્સએપ પર વધારાના સિક્યોરિટી ફિચરનો ઉપયોગ કરવો જોઈએ. આમાં ટુ સ્ટેપ વેરીફિકેશન સહિતના ફિચરનો ઉપયોગ કરી શકાય છે.