- વોટ્સએપ હવે વધુ એક નવુ ફીચર તૈયાર કરાવી રહી છે
- ગ્રુપ એડમીન ગ્રુપના કોઈ પણ મેસેજને ડિલીટ કરી શકશે
- ફીચરને હાલમાં સિલેક્ટેડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું
વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા-નવા ફીચર્સને જાહેર કરતુ રહે છે. ફીચરને જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે બીટા યુઝર્સને તૈયાર કરાવવામાં આવે છે. હાલમાં કંપનીએ વોટ્સએપ IOS બીટા યુઝર્સ માટે ભૂલથી ડિલીટ મેસેજને રિકવર કરવાનુ ઓપ્શન આપ્યું છે.
હવે કંપની વધુ એક નવુ ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે તૈયાર કરાવી રહી છે. જેનાથી વોટ્સએપ ગ્રુપ એડમીન ગ્રુપના કોઈ પણ મેસેજને ડિલીટ કરી શકશે. જો કે, આ ફીચરને હાલમાં સિલેક્ટેડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમને હજી આ ફીચર મળ્યું નથી તો તમારે થોડી રાહ જોવી પડશે. જેને આવનારા સમયમાં બધા યુઝર્સ માટે તૈયાર કરાવવામાં આવશે.
ગ્રુપ એડમિન ગ્રુપને વધુ સારી રીતે મેનેજ કરી શકશે
આ ફીચરને ઘણુ વધારે ઉપયોગી જણાવવામાં આવ્યું છે. જેનાથી ગ્રુપ એડમિન ગ્રુપને વધુ સારી રીતે મેનેજ કરી શકશે. જ્યારે વોટ્સએપ એડમિન કોઈ બીજાના મોકલેલા મેસેજને ડિલીટ કરશે તો ગ્રુપના અન્ય મેમ્બર્સને આ અંગે બતાવવામાં આવશે. જેનાથી બાકી સભ્યોને ખબર હશે કયા એડમિને મેસેજને ડિલીટ કર્યો છે. જેમ કે ઉપર જણાવવામાં આવ્યું તે મુજબ આ ફીચર હાલ સિલેક્ટેડ બીટા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેના કારણે બાકીના યુઝર્સે તેના માટે થોડી રાહ જોવી પડશે.