News Inside/17 May 2023
..
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10, જનપતથી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી આજે બપોરે 12 વાગે રવાના થયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીના નામની જાહેરાતને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. આજે સિદ્ધારામૈયા બાદ કર્ણાટક કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મુલાકાત લેવા પહોંચ્યા હતા.
પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ચર્ચા કાર્ય બાદ CM પદના દાવેદાર સિદ્ધારામૈયા દિલ્લી મુલાકાત દરમિયાન જે હોટલમાં રોકાયા હતા ત્યાં પરત ફર્યા હતા અને કર્ણાટકના સીએમ પદ પર પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈશ્વર ખંડારેએ સીએમ પદ પર માહિતી આપતા કહ્યું કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા અને તેમણે કર્ણાટકમાં તાજેતરના વિકાસની ચર્ચા કરી હતી. કર્ણાટક ના નવા મુખ્યમંત્રીની કોણ બનશે તે માત્ર હાઈકમાન્ડ નક્કી કરશે. તેમણે જણાવ્યું કે, તેઓ સૌ 100% એક છે. આજે સાંજ સુધીમાં CM પદ કોના ભાગે આવશે તેનો નિર્ણય થઈ શકે છે.
એક માહિતી અનુસાર સિદ્ધારામૈયાના નામ પર કર્ણાટક રાજ્યના પ્રધાનમંત્રી તરીકે મહોર લાગી શકે તેવી શક્યતા છે.