News Inside/ Bansari Bhavsar: 7 March 2023
મહિલા દિન નિમિતે ગુજરાતમાં લોકો ઘણી પ્રકારની ઉજવણી કરતા હોય છે. આજે સુરતમાં મહિલા દિન ની ઉજવણી ખરેખર મહિલા માટે મદદરૂપ સાબિત થાય તે હેતુસર અને તે રીતે કરવામાં આવી. સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.અહિલા વિકાસ લોન પ્રારંભ ની શરૂઆત ચેક અર્પણ કાર્ય ક્રમ થી કરવામાં આવી.સુરત શહેર ઝોન 1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભક્તિબેં ઠાકર ના સાનિધ્યમાં 50 થી વધુ મહિલાઓને લોન અર્પણ કરીને મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી. ધી વરાછા કો – ઓપ. બેંક લી. સુરત દ્વારા અનોખી રીતે મહિલા દિન નિમિતે મહિલાઓને મદદ કરવામાં આવી.આજરોજ વરાછા વિસ્તારમાં માં આવેલ વરાછા કો ઓપ બેંક હીરાબાગ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિ્તે મહિલાઓ ને લોન વિતરણ કાર્યક્રમાં રાખવામાં આવેલ. જેમાં કુલ 50 મહિલા ઓ ને 50,00,000/- રૂપિયા ના લોન ના ચેક આપવામાં આવ્યા.
