ડમી કૌભાંડ અને તોડ કાંડ
ગુજરાત: ભરમાં બહુચર્ચિત ભાવનગરના ડમી કૌભાંડ માં તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. નવો ફણકો ફુટતા ડમી કાંડ ને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા સહિત સામે રૂ.1 કરોડ ની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે યુવરાજસિંહ અને તેના એક સાળા કાનભા ગોહિલ ની ધરપકડ કરી હતી.
આજે સવારે યુવરાજસિંહ ના બીજા સાળા શિવ ભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલ ભાવનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયા હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરના ડમી કૌભાંડમાં પકડાયેલા યુવરાજસિંહના સાળા શિવભાએ તેની ઓફિસનું ડીવીઆર બદલાવી નાંખ્યાનો દાવો કરી પોલીસે ઉંડી તપાસ આદરી છે.
શંકાસ્પદ મીટીંગના ફુટેજ હાથ ન લાગે એ માટે આ ડીવીઆર બદલ્યા હોવાની શંકા છે. છતાં અસલ ડીવીઆર પોલીસના હાથવેતમાં હોવાનું જણવા મળ્યું છે. જો ફૂટેજ ડીલીટ કરાઈ હવે તો એફએસએસની મદદ લેવાશે શિવભા મિત્ર પાસેથી પણ રૂ।.21 લાખ મળવાનો સુત્રોનો દાવો છે. શિવભાએ મિત્રને 25 લાખ આપ્યા હતાં પણ ચાર લાખ મિત્રને પહેલેથી લેવાના હોવાથી મિત્રએ ચાર લાખ લઈ લીધાનું જાણવા મળ્યું છે.