દિવસે ને દિવસે વધતા જતા સાયબર ગુનાહોમાં સુરત શહેર પોલીસને મળી મોટી સફળતા, લોકોને વિશ્વાસમા લઈને ખોટા સ્ક્રીનશોટ મોકલી લોકો સાથે છેતરપિંડી કરતી ZIGOPAY INDIA PVT LTDના આરોપી સુબ્રતા દેય સરકારની સુરત પોલીસે ધરપકડ કરી છે.
સુરત પોલીસને ફરિયાદ મળી હતી ફરિયાદીને વિશ્વાસમાં લઇ રૂપિયા 1,96,98,204/-ટ્રાન્સફર કરાવી ખોટા સ્ક્રીનશોટ મોકલી રૂપિયા પરત ન આપતા આ અંગે ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરીને આવું કાવતરું રચીને છેતરપિંડી કરનાર ZIGOPAY INDIA PVT LTDનાં સુબ્રતા દેય સરકારની પશ્ચિમ બંગાળનાં સીલીગુરી ખાતેથી ધરપકડ કરી જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા 1,05,18,455/-ફ્રીઝ કરાવી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઉમદા કામગીરી હાથધરીને મોટી સફળતા મેળવી.