પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ

by ND
અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ, ચારથી વધુ શખ્શો લૂંટીને ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ છે. કિંમતી જ્વેલરી સાથે ચાંદી ભરીને કુરિયર વાન રાજકોટથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે કાનપર ગામના પાટિયા પાસે ચારથી પાંચ શખ્સોએ આવીને લૂંટ ચલાવી ફરાર થયા હતા.

ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ ચલાવી

ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ ચલાવી હતી.છ મહિનામાં બીજી વખત કુરિયરની ચાંદી ભરી જતી કુરિયર વાન લૂંટાવવાની ઘટના બની છે. હાઇવે ઉપર આવેલા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ તેમજ હોટલોના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસને હાઇવે ઉપર ગોઠવી દેવામાં આવી

તો બીજી તરફ લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લાની પોલીસ હાઇવે ઉપર ગોઠવી દેવામાં આવી છે. સાથે સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા આરોપીઓને દબોચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

Related Posts